કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જયપુર જશે. તેઓ જયપુર પાસે ડાડિયા ગામમાં યોજાનારા સહકારિતા અને રોજગાર ઉત્સવમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ એક વિશાળ જનસભાને પણ સંબોધશે. આ પ્રસંગે તેઓ સરકારી વિભાગોમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂકપત્રોનું વિતરણ કરશે.
શ્રી શાહ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ચેકનું પણ વિતરણ કરશે અને સહકારના વિવિધ માળખાકીય પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. તેઓ વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ બનાવવામાં આવેલા 24 વખાર અને શ્રીઅન્નના સંવર્ધન માટે બાજરીની 64 દુકાનોનું પણ ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ ગોપાલ ક્રૅડિટ કાર્ડ યોજના હેઠળ એક હજાર 400 લાભાર્થીઓને અંદાજે 12 કરોડ રૂપિયાની લૉનનું વિતરણ કરવાની સાથે, શ્રી શાહ શ્વેત ક્રાંતિના બીજા તબક્કા હેઠળ પ્રાથમિક ડૅરી સહકારી સમિતિઓના ઑનલાઈન નોંધણી પ્લેટફૉર્મનો શુભારંભ કરાવશે. તેઓ પોલીસ મથકો, સશસ્ત્ર દળો, ટુકડી વાહક અને તાલીમ માટે ઉપયોગમાં લેવાતા 100 નવા વાહનોને પણ લીલીઝંડી આપશે.
Site Admin | જુલાઇ 17, 2025 10:14 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જયપુરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
