કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેરળના બે દિવસના પ્રવાસે ગઈકાલે રાત્રે તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા હવાઈમથકે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી શાહ આજે સવારે તિરુવનંતપુરમમાં ભાજપના નવા રાજ્ય મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે. બાદમાં, તેઓ તિરુવનંતપુરમના પુથારીકંડમ મેદાનમાં બૂથ-સ્તરના પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે. શ્રી શાહ બપોરે કન્નુર જવા રવાના થશે અને તાલિપરમ્બામાં રાજરાજેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરશે.
Site Admin | જુલાઇ 12, 2025 8:43 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેરળના બે દિવસના પ્રવાસે ગઈકાલે રાત્રે તિરુવનંતપુરમ પહોંચ્યા
