કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દરેક ડ્રગ કાર્ટેલને નાબૂદ કરવા અને યુવાનોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. તેમણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને તમામ એજન્સીઓને વૈશ્વિક ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી શાહે જણાવ્યું હતું કે આ તપાસમાં બહુ-એજન્સી સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સ્થાપિત થયું છે, જેના પરિણામે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને નશીલા દ્રવ્યોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે.
ચાર ખંડો અને 10 થી વધુ દેશોમાં કાર્યરત ડ્રગ કાર્ટેલ સામે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં કાર્યવાહી શરૂ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, દેશની એજન્સીઓ આ ગેંગ દ્વારા ઉપયોગમાં લેવાતી ક્રિપ્ટોકરન્સી પેમેન્ટ્સ અને અનામી ડ્રોપ શિપર્સ જેવી અત્યાધુનિક રીતો પર સતત નજર રાખી રહી છે
Site Admin | જુલાઇ 2, 2025 7:45 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, સરકાર દરેક ડ્રગ કાર્ટેલને નાબૂદ કરવા અને યુવાનોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.
