કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે મોદી સરકાર ડ્રગ કાર્ટેલ્સ સામે કડક કાર્યવાહી કરી રહી છે અને તેનાથી પીડિત યુવાનોને સામાન્ય જીવનના માર્ગ પર પરત લાવી રહી છે.
આજે માદક દ્રવ્યોના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના પ્રસંગે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું હતું કે, યુવાનો માટે માદક દ્રવ્યો સૌથી મોટી સમસ્યા છે.
તેમણે માદક દ્રવ્યોથી મુક્ત ભારત માટેના સંઘર્ષમાં દેશના યોદ્ધાઓ અને ભાગીદારોને શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું કે મોદી સરકાર આ સમસ્યા સામે દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહી છે. શ્રી શાહે આશા વ્યક્ત કરી હતી કે, આ દિવસ માદક દ્રવ્યોની સમસ્યા સામે સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
Site Admin | જૂન 26, 2025 1:56 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે મોદી સરકાર ડ્રગ કાર્ટેલ્સ સામે કડક કાર્યવાહી કરી રહી છે.
