કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓ – નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ, નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ અને ઇન્ડિયન સીડ કોઓપરેટિવ લિમિટેડની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.બેઠકમાં શ્રી શાહે જણાવ્યું હતું કે, 2023માં સહકારી નિકાસ, ઓર્ગેનિક ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત બીજને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ત્રણ રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી.ગૃહમંત્રીએ નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ- NCEL માટે બે લાખ કરોડ રૂપિયાનો નિકાસ લક્ષ્યાંક નક્કી કર્યો, જેમાં ભારતમાંથી નિકાસ ન થતા ત્રણ ચોક્કસ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેમણે સહકારી સંસ્થાઓને તમામ નિકાસ NCEL દ્વારા કરવા નિર્દેશ આપ્યો.શ્રી શાહે કઠોળની આયાત માટે આફ્રિકા અને મ્યાનમારમાં NCEL ઓફિસો સ્થાપવા, વૈશ્વિક માંગને સમજવા અને તેમની પુરવઠા ક્ષમતાઓ શેર કરવા માટે વેબસાઇટ બનાવવાનું પણ સૂચન કર્યું.
Site Admin | મે 4, 2025 9:59 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
