એપ્રિલ 11, 2025 3:16 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 18 એપ્રિલે ગાંધીનગરની મુલાકાતે આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 18 એપ્રિલે ગાંધીનગરની મુલાકાતે આવશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ- ગુડાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
શ્રી શાહ મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા સેક્ટર 21 અને 22 અંડરપાસનું લોકાર્પણ કરશે. ઉપરાંત તેઓ આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરી તેની રૂબરૂ મુલાકાત પણ લેશે. ગુડા દ્વારા તૈયાર કરાયેલા E.W.S. આવાસોનું પણ શ્રી શાહ લોકાર્પણ કરશે.