ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 13, 2025 2:26 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં વર્ચ્યૂઅલ માધ્યમથી 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યૂઅલ માધ્યમથી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે જણાવ્યું, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.” તેમણે કહ્યું, “ભારત હવે વિશ્વનું બીજા ક્રમનું સૌથી લાંબુ રોડ નેટવર્ક અને ત્રીજા ક્રમનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે.”
શ્રી મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા પરિવર્તનકારી વિકાસની પણ તેમણે પ્રશંસા કરી. શ્રી શાહે કહ્યું, આજે શરૂ કરાયેલા રેલવે, રસ્તા અને આરોગ્ય સંભાળને લગતા વિકાસકાર્યો થકી ગાંધીનગર મતવિસ્તારમાં આવતા ચાર વિધાનસભા ક્ષેત્રના લોકોને મોટો લાભ થશે.
શ્રી શાહે આ પ્રસંગે સાણંદ વિસ્તારમાં 500 પથારીવાળી નવી હૉસ્પિટલ અને ગાંધીનગરમાં મતવિસ્તારના છેવાડે એક નવી સિવિલ હૉસ્પિટલ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ