કેન્દ્રીય ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ નવી દિલ્હીમાં ઓફશોર મિનરલ બ્લોકની હરાજીના પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે.
અરબી સમુદ્ર અને આંદામાન સમુદ્રમાં ફેલાયેલા 13 ખનિજ બ્લોક્સનો આ હરાજીમાં સમાવેશ થાય છે, જેમાં રેતી, ચૂનો-કાદવ અને પોલિમેટાલિક નોડ્યુલ્સ અને ક્રસ્ટ્સ જેવા ખનિજોનું મિશ્રણ છે. આ ખનિજો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે મહત્વપૂર્ણ છે.
આ પ્રસંગે બોલતા મંત્રીએ કહ્યું કે વિશ્વના બહુ ઓછા દેશો ઓફશોર માઇનિંગનો વિકલ્પ પસંદ કરે છે અને ભારત આ લીગમાં જોડાયું છે. શ્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે કોબાલ્ટ, નિકલ, કોપર અને મેંગેનીઝ જેવા નિર્ણાયક ખનિજોની માંગ ઝડપથી વધી રહી છે અને ભવિષ્યમાં તે ભારતમાં વધુ વધશે.
Site Admin | નવેમ્બર 29, 2024 10:01 એ એમ (AM)
કેન્દ્રીય ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ નવી દિલ્હીમાં ઓફશોર મિનરલ બ્લોકની હરાજીના પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે
