ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 27, 2025 7:29 પી એમ(PM)

printer

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે મોદી સરકાર આતંકવાદનો અંત લાવવા દરેક મોરચે કાર્યવાહી કરી રહી છે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું હતું કે મોદી સરકાર આતંકવાદનો અંત લાવવા માટે દરેક મોરચે કાર્યવાહી કરી રહી છે.
પટણામાં મીડિયા સાથે વાત કરતા શ્રી મેઘવાલે કહ્યું કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ઊંડો દુ:ખ અને ગુસ્સો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ બિહારની ધરતી પરથી જાહેરાત કરી છે કે નિર્દોષ પ્રવાસીઓને મારનારાઓને બક્ષવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી એ વાત પર દૃઢનિશ્ચયી છે કે આતંકવાદીઓ જ્યાં પણ છુપાયેલા હશે, તેમને ચોક્કસ સજા મળશે અને હુમલો કરનારા તેમના આકાઓને પણ કડક સજા મળશે.
શ્રી મેઘવાલે કહ્યું કે અમે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ અને સિંધુ જળ સંધિને મુલતવી રાખવામાં આવી છે, આ એક વ્યાપક કાર્યવાહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ