ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 7, 2025 8:13 પી એમ(PM)

printer

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું, રાષ્ટ્ર તમામ લોકો માટે સુગમ, રાહત દરે અને સમાન આરોગ્ય સેવાના પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તૈયાર છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું, રાષ્ટ્ર તમામ લોકો માટે સુગમ, રાહત દરે અને સમાન આરોગ્ય સેવાના પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તૈયાર છે. શ્રી નડ્ડાએ કહ્યું, એક લાખ 77 હજારથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરના માધ્યમથી લોકોની આરોગ્ય સેવા સુધી પહોંચ વધી રહી છે. ઈ-સંજીવની અને ટૅલિમાનસ જેવા મંચના માધ્યમથી નિષ્ણાત સંભાળની સમાન પહોંચને પ્રોત્સાહન મળ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ એક માધ્યમના એક લેખમાં કહ્યું, મિશન ઇન્દ્રધનુષ હેઠળ પાંચ કરોડ 46 લાખ બાળકો અને એક કરોડ 32 લાખ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ કરાયું છે. તેમણે કહ્યું, સંયુક્ત રાષ્ટ્રનું માતૃ મૃત્યુ અનુમાન આંતર-સંસ્થા સમૂહના અહેવાલ મુજબ, ભારતમાં માતૃ મૃત્યુદરમાં 86 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જે 48 ટકાની વૈશ્વિક સરેરાશના ઘટાડાથી લગભગ બમણી છે. શ્રી નડ્ડાએ કહ્યું, ગત 11 વર્ષમાં ભારતની આરોગ્ય સેવા પ્રણાલિએ સમાન આરોગ્ય દેખરેખનો પાયો નાખ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ