ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 30, 2024 7:48 પી એમ(PM)

printer

કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય અને કોચીન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સમારકામ અને તેની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવા અંગેના સમજૂતી કરાર કર્યા

કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય અને કોચીન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સમારકામ અનેતેની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવા અંગેના સમજૂતી કરાર કર્યા છે. કુલ એક હજાર 200કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ કામગીરી કરાશે.સંરક્ષણ મંત્રાલયની યાદીમાંજણાવ્યું છે કે, દેશમાં જહાજોના સમારકામ અને તેમના આધુનિકીકરણ સહિત આ ક્ષેત્રનાઉદ્યોગને સમર્થન આપવા કોચીન શીપયાર્ડ લિમિટેડને વિકસાવવાની દિશામાં આ સમજૂતી કરારમહત્વનું પગલું બની રહેશે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર2013માં ભારતીય નૌકાદળમાં કાર્યરત કરાયેલ યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્ય કોચીન શિપયાર્ડખાતે સમારકામ અને આધુનિકીકરણની પ્રક્રિયા બાદ નૌકાદળમાં ફરીથી કાર્યરત કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ