એપ્રિલ 29, 2025 9:42 એ એમ (AM)

printer

કેનેડામાં મતદાન પૂર્ણ, માર્ક કાર્નેના નેતૃત્વમાં લિબરલ પાર્ટી આગળ

કેનેડામાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીના પ્રારંભિક વલણો આવવા લાગ્યા છે. જેમાં માર્ક કાર્નેના નેતૃત્વ હેઠળની લિબરલ પાર્ટી બેઠકો અને મત ટકાવારી બંનેમાં આગળ છે.બહુમતીવાળી સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 343 માંથી ઓછામાં ઓછી 172 બેઠકો જીતવી પડશે. જો વર્તમાન વલણ ચાલુ રહેશે, તો જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ પ્રધાનમંત્રી બનેલા લિબરલ પાર્ટીના માર્ક કાર્ને આ પદ પર બની રહેશે.