ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 25, 2025 2:15 પી એમ(PM)

printer

કેનેડાના પ્રધાનમંત્રીએ શાંતિ કરારમાં મજબૂત સુરક્ષા બાંહેધરીની યુક્રેનની માગનું સમર્થન કર્યું.

કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને કહ્યું, તેઓ કોઈ પણ શાંતિ કરારમાં મજબૂત સુરક્ષા બાંહેધરીની યુક્રેનની માગનું સમર્થન કરે છે.
તેમણે કહ્યું, કેનેડા એવી કોઈ વ્યવસ્થા હેઠળ સેના મોકલવાનો ઇનકાર નહીં કરે. માર્ચમાં પદગ્રહણ કર્યા બાદ પહેલી વાર યુક્રેનના પ્રવાસે ગયેલા શ્રી કાર્ની ગઈકાલે યુક્રેનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે મધ્ય કીવમાં યોજાયેલા સમારોહમાં શ્રી ઝેલેન્સ્કી સાથે સામેલ થયા હતા. આ સમારોહમાં યુક્રેન માટે શ્રી ટ્રમ્પના વિશેષ દૂત કીથ કેલૉગ પણ જોડાયા હતા.
યુક્રેન પર રશિયાના હુમલાના સાડા ત્રણ વર્ષ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ શાંતિ પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યા છે. જ્યારે યુક્રેન પોતાના યુરોપીયન ભાગીદારો સાથે મળીને યુક્રેન માટે સુરક્ષા બાંહેધરીની સંભવિત વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે.
શ્રી ઝેલેન્સ્કી સંભવિત શાંતિ કરાર હેઠળ ભવિષ્યની સુરક્ષા બાંહેધરી, નાટોના અનુચ્છેદ પાંચની સાથે સુસંગત હોય તેવું ઇચ્છે છે. નાટોનો આ અનુચ્છેદ કોઈ પણ સભ્ય દેશ પર હુમલાને સંગઠનના તમામ સભ્યો સામે થયેલો હુમલો ગણે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.