ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 5, 2025 7:53 પી એમ(PM)

printer

કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ પંજાબ પૂરના નુકસાનનો વિગતવાર અહેવાલ પ્રધાનમંત્રીને સુપરત કરશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, તેઓ પંજાબમાં પૂરથી થયેલા નુકસાનનો વિગતવાર અહેવાલ પ્રધાનમંત્રીને સુપરત કરશે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે, આ ખૂબ મોટી આપદા છે, પરંતુ કેન્દ્ર સરકાર પંજાબની પડખે છે. પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા માટે ગઈકાલે એક દિવસની પંજાબ મુલાકાતે આવેલા કૃષિ મંત્રીએ કહ્યું કે, પૂરગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણ માટે આયોજનબદ્ધ રીતે કામ કરવું પડશે.
શ્રી ચૌહાણે કહ્યું કે, પાકને પૂરથી બચાવવા માટે બંધાયેલ બંધો ગેરકાયદેસર ખાણકામને કારણે નબળા પડી જતાં ગામડાઓમાં પાણી ઘૂસી ગયા. તેમણે કહ્યું કે, ફરીથી મજબૂત બંધો બનાવવા પડશે જેથી, ભવિષ્યમાં પંજાબને આવી દુર્ઘટનાઓથી બચાવી શકાય. શ્રી ચૌહાણે કેન્દ્ર તરફથી રાજ્યને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.