ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 2:42 પી એમ(PM) | કર્મચારી

printer

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું છે.
શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગઈકાલે માહિતી આપી કે, નાણાકીય વર્ષ 2023-24માં 4 કરોડ 45 લાખ દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, સંગઠનમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે જ આટલી મોટી સંખ્યામાં ફરિયાદોનું નિરાકરણ શક્ય બન્યું છે.
ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, ચાલુ નાણાકીય વર્ષમાં ઓટોમેટેડ દાવા સમાધાન કેસોની સંખ્યા બમણી થઈને 1 કરોડ 87 લાખ થઈ ગઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ