ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2024 7:48 પી એમ(PM)

printer

કર્મચારી પેન્શન યોજના-EPSના પેન્શનધારકો 1 જાન્યુઆરી, 2025થી દેશની કોઇ પણ બેન્કમાંથી પેન્શન મેળવી શકશે

કર્મચારી પેન્શન યોજના-EPSના પેન્શનધારકો 1 જાન્યુઆરી, 2025થી દેશની કોઇ પણ બેન્કમાંથી પેન્શન મેળવી શકશે. આનાથી કર્મચારી ભવિષ્ય નિધી- ઇપીએફઓના 78 લાખથી વધુ પેન્શનધારકોને લાભ થશે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થાને મંજૂરી એ ઇપીએફઓનાં આધુનિકીકરણમાં મહત્વનું સીમાચિહ્ન છે.
તેમણે જણાવ્યું કે, દેશની કોઇપણ બેન્ક શાખામાંથી પેન્શનની ચૂકવણીથી પેન્શનધારકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. પેન્શનધારકે પેન્શન શરૂ થતા સમયે વેરિફિકેશન માટે બેન્કની શાખા પર જવાની જરૂર નથી અને તાત્કાલિક ખાતામાં પેન્શન જમા થઈ શકે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ