કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર ઉમેદવારી પત્ર પરત ખેંચવાના ગઇકાલે અંતિમ દિવસ બાદ કડી વિધાનસભા બેઠક પર 8, જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક પર 16 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે તેવા અહેવાલ મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, કડી બેઠક પર ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન અને વિસાવદર બેઠક પર ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આ બંને બેઠક ખાલી પડી હતી. બંને બેઠકો માટે આગામી 19 જૂને મતદાન અને 23 જૂન મતગણતરી હાથ ધરાશે.
Site Admin | જૂન 6, 2025 8:48 એ એમ (AM)
કડી વિધાનસભા બેઠક પર 8 – વિસાવદર વિધાનસભા બેઠક પર 16 ઉમેદવારો ચુંટણી મેદાનમાં
