મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. ત્યારે આ બંને વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલે જાહેર રજા રહેશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાં મુજબ, 1881ના નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ઍક્ટની કલમ 25-ની જોગવાઈ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના 8 મે 1968ના જાહેરનામાં મુજબ આ રજા જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મહેસાણાની કડી બેઠક માટે આઠ અને જુનાગઢની વિસાવદર બેઠકની પેટા-ચૂંટણી માટે 16 ઉમેદવાર મેદાનમાં છે.
Site Admin | જૂન 18, 2025 11:55 એ એમ (AM)
કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલે મતદાનના દિવસે જાહેર રજા રહેશે
