ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 17, 2025 9:25 એ એમ (AM)

printer

કડી અને વિસાવદરમાં 19મી જૂને યોજનારી પેટાચૂંટણીના પ્રચારના પડઘમ આજે સાંજે પાંચના ટકોરે થંભી જશે

મહેસાણા જિલ્લાની કડી તથા જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર બંધ થઈ જશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આજે સાંજે 5 કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટી તંત્ર દ્વારા ખાતરી કરવામાં આવશે. આ સમયગાળામાં પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો, સામુદાયિક હૉલ, સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં, હૉસ્ટેલ્સ તથા ધર્મશાળાઓમાં બંને મતવિસ્તાર સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરાશે. ઉલ્લેખનીય છે કે આ બંને બેઠકો પર 19 જૂને મતદાન થશે જ્યારે 23 જૂને મત ગણતરી હાથ ધરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ