ભુજ ટાઉનહોલ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના એક હજાર, 840 લાભાર્થીઓને વિવિધ યોજનાના 34 કરોડ, 35 લાખ રૂપિયાની લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે વિતરણ કરાયું છે. તેમજ ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમોના લોન માટેની ૬૬૨ અરજીઓ પૈકીની ૩૦૦ અરજીઓનો ઓનલાઇન ડ્રો મંત્રીશ્રીના હસ્ત યોજાયો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતને બંધારણની ભેટ આપીને દેશની મોટી સેવા કરી છે. બાબાસાહેબે વંચિતો, શોષિતો, પીડિતોના ઉદ્ધાર તથા તેમની પ્રગતિ માટે સંપૂર્ણ જીવન ખર્ચી નાખ્યું હતું. આ પ્રસંગે તેમણે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી “વિકાસ સૌરભ” વંચિતોના વિકાસ યોજનાકીય સંપુટ પુસ્તિકાનું વિમોચન કર્યું છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની તેમણે વિગતો આપી હતી.
આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાની છણાવટ કરીને ઉપસ્થિતોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 6, 2024 7:11 પી એમ(PM) | ભાનુબેન બાબરીયા
કચ્છ – સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના એક હજાર, 840 લાભાર્થીઓને વિવિધ યોજનાના 34 કરોડ 35 લાખ રૂપિયાના લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ભુજમાં વિતરણ કરાયું
