ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 29, 2025 9:58 એ એમ (AM)

printer

કચ્છમાં થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના પાલારા નજીક ખાવડા નેશનલ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં પતિ, પત્ની અને બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બાઇક અને ટ્રેઈલર, ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. અકસ્માતની ઘટના સર્જયા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરી હતી અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.