ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 8, 2025 1:49 પી એમ(PM)

printer

ઓપરેશન સિંદૂર બાદ ફરી પ્રધાનમંત્રી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સ્થળો પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાના એક દિવસ પછી આ મુલાકાત થઈ હતી.
ગઈકાલે, શ્રી ડોભાલે પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં આતંકવાદી ઠેકાણા, માળખાગત સુવિધાઓ સામે કરાયેલી કાર્યવાહી અંગે વિશ્વભરના તેમના અનેક સમકક્ષોનો સંપર્ક કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતનો પરિસ્થિતિ તણાવપૂર્ણ કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ જો પાકિસ્તાને પરિસ્થિતિ બગાડી તો તેનો જડબાતોડ જવાબ અપાશે.