ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 21, 2025 7:49 એ એમ (AM)

printer

ઓપરેશન સિંદૂર અંગે રચાયેલાં સાતમાંથી પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે ચાર દેશો માટે રવાના થશે

ઓપરેશન સિંદૂર પર વિદેશમાં ભારતના રાજદ્વારી સંપર્ક માટે રચાયેલા સાતમાંથી પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે ચાર દેશો માટે રવાના થશે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ આજે યુએઇ, લાઇબેરિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સિએરા લિયોન માટે રવાના થશે.જનતા દળ (યુ) ના સાંસદ સંજય ઝા અને ડી.એમ.કેના સાંસદ કનિમોઝીની આગેવાનીમાં બે પ્રતિનિધિમંડળ આવતીકાલે રવાના થશે. સંજય ઝાના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા ગણરાજ્ય, જાપાન અને સિંગાપોરની મુલાકાત લેશે, જ્યારે કણિમોઝીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાતવિયા અને રશિયાની મુલાકાત લેશે. બહુપક્ષીય પ્રતિનિધિમંડળ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાના ભારતના મજબૂત સંદેશનો પ્રચાર કરશે.બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રીકાંત શિંદેએ કહ્યું કે, તેમના પ્રતિનિધિમંડળને ભારતમાં ભૂતકાળમાં થયેલા આતંકવાદી હુમલાઓ અને પાકિસ્તાન દેશમાં સરહદ પારના આતંકવાદને કેવી રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે તે વિશે માહિતી આપવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.