ઓડિશા વૉરિયર્સે મહિલા હૉકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ જીતી લીધો છે. ગઈકાલે રાંચીમાં ઓડિશા વૉરિયર્સે ફાઈનલમાં JSW સૂરમા હૉકી ક્લબને 2—1થી હરાવ્યું હતું. ઋતુજા દાદાસો પિસલે બીજા ક્વાર્ટરમાં ગૉલ કરીને વૉરિયર્સને આગળ આવવામાં મદદ કરી, પરંતુ પેન્ની સ્કિવબે થોડી વાર પછી ગૉલ કરીને મૅચને બરાબરી પર લાવી દીધી હતી. છેવટે મેચમાં ઋતુજાએ વધુ એક ગૉલ કર્યો અને વૉરિયર્સે મૅચ જીતી લીધી. દરમિયાન ઋતુજા દાદાસો પિસલને પ્લૅયર ઑફ ધ મૅચ જાહેર કરાયાં હતાં.
પુરુષ હૉકી લીગમાં રાઉરકેલામાં શ્રાચી રાઢ બંગાલ ટાઈગર્સ દિલ્હી એસ.જી. પાઈપર્સ સામે રમશે. આ મેચ સાંજે 6 વાગ્યે રમાશે. રાઉરકેલામાં સાંજે સવા 8 વાગ્યે JSW સૂરમા હૉકી ક્લબ અને વેદાન્તા કલિન્ગા લાન્સર્સ સામસામે રહેશે. પુરસ્કાર સમારોહમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમન્ત સૉરેને ઓડિશા વૉરિયર્સનાં સુકાની નેહા ગોયલને વિજયચિહ્ન એનાયત કર્યું હતું. સોશિયલ મીડિયાના સંદેશમાં શ્રી સોરેને ઓડિશા વૉરિયર્સ સહિત હૉકી ઇન્ડિયા લીગમાં સારું પ્રદર્શન કરનારી તમામ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:55 એ એમ (AM)
ઓડિશા વૉરિયર્સે મહિલા હૉકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ જીતી લીધો
