ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 4, 2025 2:24 પી એમ(PM)

printer

ઓડિશામાં આજે ભારે; અને બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં હળવા વરસાદની આગાહી.

હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે, તો મંગળવાર સુધી મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં વાવાઝોડા અને ભારે પવન સાથે હળવા વરસાદની શક્યતા છે.
ઉપરાંત પશ્ચિમ અને ઉત્તર બંગાળના તમામ જિલ્લાઓમાં આજે વાવાઝોડા સાથે છૂટાછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, કોલકાતા અને નજીકના જિલ્લાઓમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે.
બીજી તરફ, નવ મે સુધી ઉત્તર પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારતમાં આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ સુધી કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ, તેલંગાણા, રાયલસીમા, કેરળ અને માહેમાં વાવાઝોડા અને તીવ્ર પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.