ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 22, 2025 10:37 એ એમ (AM)

printer

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં બીજા દિવસે ભારતના 471 રનના જવાબમાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટે 209 રન કર્યા

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં, યજમાન ઈંગ્લેન્ડ લીડ્સના હેડિંગ્લી ખાતેના બીજા દિવસે ભારતના 471 રનના જવાબમાં ત્રણ વિકેટે 209 રન કર્યા હતા. બીજા દિવસની રમતના અંતે ઓલી પોપ 100 રને જ્યારે હેરી બ્રુક શૂન્ય રને અણનમ છે. ભારત વતી જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડની ત્રણેય વિકેટ ઝડપી હતી.આ પહેલા, ભારતે ત્રણ વિકેટે 359 રનના અગાઉના સ્કોર સાથે પોતાનો પહેલો દાવ ફરી શરૂ કર્યો. પરંતુ ત્યારબાદ ભારતની ઉપરાછાપરી વિકેટો પડી જતાં ભારત 471 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ, કેપ્ટન શુભમન ગિલ અને તેમના ઉપકપ્તાન રિષભ પંતે સદી બનાવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ