ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 12, 2025 8:50 એ એમ (AM)

printer

એન્ડરસન-તેંડુલકર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે આજે ભારત પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે 145 રનથી આગળ રમશે

લંડનમાં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સાથેની એન્ડરસન-તેંડુલકર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે આજે ભારત પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે 145 રનથી આગળ રમશે.ગઈકાલની રમતના અંતે કે એલ રાહુલ 53 અને ઋષભ પંત 19 રન સાથે રમતમાં છે. યશસ્વી જયસ્વાલે 13, કરુણ નાયર 40 અને શુભમન ગિલ 16 રન બનાવ્યા હતા. ભારત હજુ પણ ઇંગ્લેન્ડથી 242 રન પાછળ છે. અગાઉ, ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 378 રન જ બનાવી શકી હતી. જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી. પાંચ મેચની શ્રેણીમાં બંને ટીમો 1-1 થી બરાબર છે.