ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 5, 2025 9:42 એ એમ (AM)

printer

એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક ગઈકાલે ઇટાલીના મિલાન ખાતે શરૂ થઈ

એશિયન ડેવલ-પમેન્ટ બેંક (એડીબી)ના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક ગઈકાલે ઇટાલીના મિલાન ખાતે શરૂ થઈ છે. ચાર દિવસીય કાર્યક્રમમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ બેઠકમાં એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સના સત્તાવાર પ્રતિ-નિધિમંડળો, એડીબીના સભ્યોના સત્તાવાર પ્રતિ-નિધિમંડળો અને આંતર-રાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ ભાગ લઇ રહી છે.નાણામંત્રી વાર્ષિક બેઠકના મુખ્ય કાર્યક્રમો જેમ કે, ગવર્નરોના બિઝનેસ સત્ર, ગવર્નરના પૂર્ણ સત્રમાં ભાગ લેશે. ક્રોસ બોર્ડર સહયોગ અને ભવિષ્ય જેવા વિષય પર તેઓ પેનલિસ્ટ તરીકે ભાગ લેશે.એડીબીની 58મી વાર્ષિક બેઠક દરમિયાન, તે એડીબીના પ્રમુખ, આંતર-રાષ્ટ્રીય કૃષિ વિકાસ ભંડોળના પ્રમુખ અને જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કો-ઓપરેશનના ગવર્નર સાથે મુલાકાત ઉપરાંત ઇટાલી, જાપાન અને ભૂટાનના નાણામંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. સિતારમણ મિલાનમાં ભારતીય સમુદાય સાથે પણ સંવાદ સાધશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ