મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “એક રાષ્ટ્ર, એક ચૂંટણી એ સમગ્ર દેશના હિતમાં છે અને તે દીવા જેવું સત્ય છે. આ વિષય અંગે જાહેર ચર્ચા થવી અત્યંત જરૂરી છે.”ગઈકાલે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં મુખ્યમંત્રીએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મહત્વ અને તેની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન થતા મોટા ખર્ચ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અધિકારીઓને ફરજ પર મોકલવામાં થતા ખર્ચ ઘટાડવા માટે પણ એક રાષ્ટ્ર, એક ચૂંટણી જરૂરી છે.દરમિયાન, ગઈ કાલે ડાંગ જિલ્લાના આહવા ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” સંદર્ભે પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.
Site Admin | જુલાઇ 8, 2025 8:52 એ એમ (AM)
એક રાષ્ટ્ર, એક ચૂંટણી સમગ્ર દેશના હિતમાં છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
