ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 3, 2024 9:31 એ એમ (AM) | ઉપપ્રમુખ

printer

ઉપપ્રમુખ જગદીપ ધનખર આજે મુંબઈની એક દિવસીય મુલાકાતે

ઉપપ્રમુખ જગદીપ ધનખર આજે મુંબઈની એક દિવસીય મુલાકાતે છે. તેઓ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોટન ટેક્નોલોજીના શતાબ્દી સ્થાપના દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
આ પ્રસંગે શતાબ્દી સ્તંભનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામનાથ ઠાકુર, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ