ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2024 7:31 પી એમ(PM)

printer

ઉત્તર પ્રદેશનાલખનૌમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી ,દસને બચાવાયા અન્ય કેટલાંક લોકો ફસાયા હોવાની આશંકા

ઉત્તર પ્રદેશમાં લખનૌના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાંઆજે સાંજે હરમિલાપ નામની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે અનેકલોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્યના રાહત કમિશનરે આકાશવાણી સમાચારને જણાવ્યુંહતું કે NDRF અને SDRFની ટીમો સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છેઅને ઓછામાં ઓછા 10 લોકોનેબચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ નથી. તેમણેકહ્યું કે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે છે અને બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને બચાવ અને રાહત કામગીરી વધુ તીવ્ર બનાવવાસૂચના આપી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ