ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 8, 2025 1:46 પી એમ(PM)

printer

ઉત્તર-કાશીમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં પાંચ યાત્રાળુ અને એક પાયલોટ સહિત છનાં મોત.

આજે સવારે ઉત્તરાખંડના ગંગણી નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં પાંચ યાત્રાળુઓ અને પાઇલટ સહિત છ લોકોના મોત થયા છે. દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. હેલિકોપ્ટર યાત્રાળુઓને લઈને ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને શોક સંતપ્ત પરિવારોને સાંત્વના આપી છે. જ્યારે દુર્ઘટનાના તપાસના આદેશ આપ્યાં છે.