ઉત્તરાખંડ સરકારે મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના’ને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત અવિવાહિત, છૂટાછેટા લીધેલા, નિરાધાર અને દિવ્યાંગ એકલી મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય અપાશે.
યોજના અંતર્ગત 75 ટકા રકમ અનુદાન તરીકે અપાશે. જ્યારે લાભાર્થીઓને પોતાની તરફથી માત્ર 25 ટકા યોગદાન આપવું પડશે. પહેલા તબક્કામાં સરકારનું લક્ષ્ય ઓછામાં ઓછી બે હજાર મહિલાઓને લાભ આપવાનો છે, જેમાં યોજનાઓના વિકાસના આધારે લાભાર્થીઓની સંખ્યા વધારવાની પણ જોગવાઈ છે.
મહિલા સશક્તિકરણ અને બાળ-વિકાસ મંત્રી રેખા આર્ય-એ આ પહેલને મહિલાઓ માટે મહિલા દિવસની ભેટ ગણાવી છે. તેમણે એ વાત પર પણ ભાર આપ્યો કે, આ યોજના એકલી મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા અને આત્મ-નિર્ભરતામાં મદદ કરવા બનાવાઈ છે.
Site Admin | માર્ચ 4, 2025 2:23 પી એમ(PM)
ઉત્તરાખંડ સરકારે મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના’ને મંજૂરી આપી
