ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં, બરકોટ તાલુકામાં સિલાઇ બેન્ડ નજીક વાદળ ફાટવાથી નવ કામદારો નિર્માણાધીન સ્થળેથી ગુમ થયા છે. SDRF, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો રાહત અને બચાવ કામગીરી ચલાવી રહી છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ગઈ રાતથી સતત વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે.
ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદનાં એલર્ટને પગલે ચાર ધામ યાત્રાને આગામ 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. પોલિસ અને વહીવટીતંત્રએ યાત્રાળુઓને હરિદ્વાર, ઋષિકેશ, શ્રીનગર, રૂદ્રપ્રયાગ, સોનપ્રયાગ અને વિકાસનગરમાં અટકાવવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
Site Admin | જૂન 29, 2025 1:16 પી એમ(PM)
ઉત્તરાખંડમાં વાદળ ફાટવાને કારણે નવ કામદારો ગુમ. આકાશી આફતના કારણે ચારધામ યાત્રા સ્થગિત કરાઇ
