ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા પર લગાવાયેલો કામચલાઉ પ્રતિબંધ આજે હટાવી લેવાયો છે. ગઢવાલના અધિક્ષક વિનય શંકર પાંડેએ જણાવ્યું, યાત્રા માર્ગ પર જિલ્લા અધિકારીઓને વાહનોની અવરજવરને નિયંત્રિત કરવાના નિર્દેશ અપાયા છે. ગત 2 દિવસથી સતત વરસાદના કારણે મુખ્ય નદીઓનું જળસ્તર વધી ગયું છે. જ્યારે પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે 100થી વધુ માર્ગ બંધ થઈ ગયા છે.
ગંગોત્રી અને યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગો સહિત ઘણા સ્થળ પર ભૂસ્ખલનના પણ અહેવાલ છે. કાટમાળ હટાવવા માટે મશીનો અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે, પરંતુ સતત વરસાદના કારણે માર્ગ પૂર્વવત્ કરવાના કામમાં મુશ્કેલી આવી રહી છે. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડના કેટલાક વિસ્તારમાં મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી છે અને સ્થાનિકો તથા તીર્થયાત્રીઓને સતર્ક રહેવાની સલાહ પણ આપી છે.
Site Admin | જૂન 30, 2025 1:53 પી એમ(PM)
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા પર લગાવાયેલો કામચલાઉ પ્રતિબંધ આજે હટાવી લેવાયો
