ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં રજાના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા પરિક્રમાવાસીઓની સુવિધા વધારવામાં આવી છે. ૨૭મી એપ્રિલ સુધી ચાલનારી પરિક્રમા પૂર્ણ થવાને હજી ૧૦ દિવસ બાકી છે ત્યારે ગત શનિ-રવિવારની રજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હવે ભીડને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
હાલમાં ૭૦ જેટલી બોટની સુવિધા કરવામાં આવી છે. રેંગણ ઘાટ પર જેટીમાં વધારો કરી હાલમાં ૨૫ જેટલી કરાઈ છે. નાવડીમાં પરિક્રમાર્થીઓને નવા લાઈફ જેકેટ આપવામાં આવે છે.
Site Admin | એપ્રિલ 18, 2025 7:50 પી એમ(PM)
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં રજાના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા પરિક્રમાવાસીઓની સુવિધામાં વધારો કરાયો
