ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 4, 2025 2:18 પી એમ(PM)

printer

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં આવેલા વિવિધ દેશના રાજદૂતોએ પોતાના અનુભવ રજૂ કર્યા

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજમાં યોજાયેલો સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં આવેલા વિવિધ દેશના રાજદૂતોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. ઈક્વાડોરના રાજદૂત ફર્નાન્ડો બૂચેલીએ કહ્યું, મહાકુંભે મને ભારતીય લોકો સાથે જોડવાની તક આપી હતી. ગંગા નદીના પવિત્ર જળમાં ડૂબકી લગાવવા બદલ પણ તેમણે ધન્યતા અનુભવી હતી. ગ્વાટેમાલાના રાજદૂત ઉમર લિસેન્ડ્રૉ કાસ્ટાનેડા સોલારેસે પણ પોતાનો અનુભવ જણાવતા કહ્યું, મહાકુંભના મેળાનો અમારો અનુભવ ખરેખર અવિશ્વસનીય અને આધ્યાત્મિક રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી યોજાયેલા મહાકુંભના મેળામાં દેશ-વિદેશથી અનેક અગ્રણી મહાનુભાવોએ પણ આસ્થાની ડૂબકી લગાવી હતી. 144 વર્ષ બાદ યોજાયેલા મહાકુંભમાં 65 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હોવાનું જણાયું છે