ઈરાનની સંસદે આજે સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ નિરીક્ષક સંસ્થા, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથે સહયોગ સ્થગિત કરવાના ખરડાને મંજૂરી આપી છે. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તાજેતરમાં એસ્ફહાન, ફોર્ડો અને નાતાન્ઝમાં ત્રણ ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકના હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંસદના સત્ર દરમિયાન, કાયદા ઘડનારાઓએ IAEA સાથે સહયોગ સ્થગિત કરવાની યોજનાની સામાન્ય રૂપરેખા પર સંમતિ દર્શાવી હતી. સત્રમાં હાજર 223 પ્રતિનિધિઓમાંથી, 221 એ પક્ષમાં મતદાન કર્યું, એક સભ્યએ વિરોધમાં મતદાન કર્યું અને અન્ય એક સભ્યએ મતદાનમાં ભાગ ન લીધો. ઈરાને જણાવ્યું હતું કે તેને તેની સાર્વભૌમત્વ, હિત અને લોકોનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
Site Admin | જૂન 25, 2025 7:46 પી એમ(PM)
ઈરાનની સંસદે U.N. પરમાણુ નિરીક્ષક સંસ્થા, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થા સાથે સહયોગ સ્થગિત કરવાના ખરડાને મંજૂરી આપી
