ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 8, 2024 8:52 એ એમ (AM) | જયોતિરાદિત્ય સિંધિયા

printer

ઇશાન વિસ્તાર વિભાગના મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, વિશ્વમાં વિકાસશીલ દેશોનું મહત્વ વધી રહ્યું છે.

ઇશાન વિસ્તાર વિભાગના મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, વિશ્વમાં વિકાસશીલ દેશોનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે ઇશાન ભારત દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગઈકાલે દિલ્હીમાં ઉજવાઇ રહેલા અષ્ટલક્ષ્મી મહોત્સવના ભાગરૂપે યોજાયેલા ચર્ચા સત્રમાં તેઓ બોલી રહ્યા હતા.
શ્રી સિંધિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ઇશાન ભારતના પ્રવાસન સ્થળો તેમજ કૃષિ અને બાગાયત ક્ષેત્રના ઉત્પાદનો સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરી રહી છે. જેના ભાગરૂપે આગામી સમયમાં વિવિધ સ્થળોએ રોડ શો અને રોકાણકારોની પરિષદ યોજીને ઇશાન ભારતના આર્થિક વિકાસને સુનિશ્ચિત કરાશે. આ ચર્ચામાં મેઘાલય, સિક્કિમ અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ભારતમંડપમ ખાતે યોજાઇ રહેલો અષ્ટલક્ષ્મી મહોત્સવ ઇશાન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને કલાવારસાનો પરિચય આપે છે. આ મહોત્સવમાં ઇશાન ભારતના 250 જેટલા કલાકસબીઓએ પોતાના હસ્તકલા અને હાથશાળ ઉત્પાદનોને રજૂ કર્યા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, મહોત્સવના ભાગરૂપે ફેશન શો, સંમેલન, વેચાણકર્તા અને ખરીદદારની બેઠકો જેવા વિવિધ કાર્યક્રમો આ ક્ષેત્રના આર્થિક વિકાસને મદદરૂપ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.