હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખથી પાંચ દિવસ પહેલાં એટલે કે 27 મેના રોજ કેરળ પહોંચવાની આગાહી કરી છે. ચોમાસાના વહેલા આગમનથી ખરીફ વાવણી અને ઉત્પાદન સારું રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં 105 ટકા વધુ રહેશે. આ સતત બીજું વર્ષ છે જ્યારે વિભાગે સામાન્ય કરતાં વધુ ચોમાસાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. જોકે, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, તમિલનાડુ, બિહાર અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે.