હવામાન વિભાગે આવતીકાલ સુધી કેરળમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પણ આજે મુશળધાર વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં 24 જુલાઈ સુધી અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આગામી 7 દિવસ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં ઘણી જગ્યાએ ગાજવીજ અને વીજળી સાથે મધ્યમ વરસાદ ચાલુ રહેશે.દરમિયાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર-દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ અને વીજળી સાથે હળવો વરસાદ થવાની આગાહી કરી છે.
Site Admin | જુલાઇ 19, 2025 8:44 એ એમ (AM)
આવતીકાલ સુધી કેરળમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું
