આવતીકાલે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ થશે. આ સ્પર્ધામાં ભારતભરના લગભગ એક હજાર પાંચસો પેરા-એથ્લેટ્સ પોતાનું કૌશલ્ય દર્શાવશે. આ ઐતિહાસિક ઇવેન્ટમાં 30 ટીમો દ્વારા 155 ઇવેન્ટ્સમાં પેરા-એથ્લેટ્સ ભાગ લેશે, જે તેને દેશના સૌથી મોટા પેરા-એથ્લેટિક્સ રમતોત્સવમાંનો એક બનાવશે. ભાગ લેવા માટે તૈયાર થયેલા અગ્રણી ખેલાડીઓમાં સુમિત એન્ટિલ (ભાલા ફેંક), મનોજ સબાપતિ (વ્હીલચેર રેસિંગ), મનોજ સિંગારાજ (શોટ પુટ), મરિયપ્પન થંગાવેલુ (હાઇ જમ્પ), મુથુ રાજા (શોટપુટ), હોકાટો સેમા (શોટ પુટ), નવદીપ સિંહ (ભાલા ફેંક), અને યોગેશ કથુનિયા (ડિસ્કસ) વગેરેનો સમાવેશ થાય છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 7:48 પી એમ(PM) | પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ
આવતીકાલે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ થશે
