મે 2, 2025 7:02 પી એમ(PM)

printer

આવતીકાલથી 8 મે સુધી રાજ્યમાં પવન સાથે માવઠાની આગાહી

રાજયમાં આવતીકાલથી 8 મે સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસો દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં મહતમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.