રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઈ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો આરંભ કરાવ્યો હતો.32 કરોડ રૂપિયાના રોકાણ સાથે કાર્યરત થયેલું ઇન્ફોસીસનુ આ ડેવલોપમેન્ટ સેન્ટર અંદાજે 1,000 થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પણ પૂરા પાડશે. ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન બનાવનારા એક્સપર્ટસ, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટ-અપ્સને એક સાથે લાવવાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું હોવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉલ્લેખ કર્યો હતો.ઇન્ફોસીસ દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત થયેલું આ ડેવલોપમેન્ટ સેન્ટર ફિન્ટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન પુરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન પર પણ વિશેષ ભાર અપાશે.
Site Admin | જૂન 8, 2025 10:19 એ એમ (AM)
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવાની નેમ સાથે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો
