ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 21, 2025 10:02 એ એમ (AM)

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર અને પોરબંદરની સરકારી હોસ્પિટલોની મુલાકાત લઈ આરોગ્ય વિષયક સુવિધાઓની સમીક્ષા કરી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોરબંદરમાં ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ અને G.M.E.R.S. મેડિકલ કોલેજની મુલાકાત લઈ આરોગ્ય સેવાની સમીક્ષા કરી હતી. તેમણે 550 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધિન G.M.E.R.S. મેડિકલ કોલેજ અને હોસ્ટેલમાં બાંધકામનું નિરીક્ષણ કરી આરોગ્ય સવલતોની માહિતી મેળવી હતી. તેમણે દર્દીઓ સાથે સંવાદ કરીને તેમને મળતી સારવારને લગતી જાણકારી મેળવી પણ હતી. આ અંગે શ્રી પટેલે આ માહિતી આપી.આ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજી જિલ્લાની આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું કે 525 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પીટલનું નવું ભવન તથા ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થતાં સૌરાષ્ટ્રને ઉચ્ચ આરોગ્ય વિષયક સેવાઓ અને વિદ્યાર્થિનીઓને રહેવાની ઉત્તમ સુવિધા મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ