આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા સંબંધિત મામલામાં ચૂંટણી પંચ દ્વારા પૂરાવા માગવા અંગે સવાલ કર્યા છે. પંચે અરવિંદ કેજરીવાલને આ આરોપ મામલે પૂરાવા રજૂ કરવા કહ્યું છે. શ્રી કેજરીવાલે આજે દિલ્હીમાં માધ્યમો સાથેના સંવાદમાં કહ્યું, તેઓ ચૂંટણી પંચને ઍમૉનિયાયુક્ત યમુનાના પાણીની ત્રણ બૉટલ મોકલશે. તેમણે આક્ષેપ લગાવ્યો કે, દિલ્હીમાં જાહેરમાં નાણાનું વિતરણ થઈ રહ્યું છે, જે અંગે ચૂંટણી પંચે નોંધ લેવી જોઈએ.
દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ કહ્યું, ચંદીગઢની જનતાએ શહેરમાં મેયરની ચૂંટણીમાં ભાજપને જીત અપાવી આમ આદમી પાર્ટીને જવાબ આપ્યો છે. પક્ષના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું, ચંદીગઢની જનતાએ આપને સત્તા પરથી હટાવવાનો આપેલો આ સંદેશ દિલ્હીની જનતા પણ આગામી પાંચમી ફેબ્રુઆરીએ આપશે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 8:02 પી એમ(PM) | આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા સંબંધિત મામલામાં ચૂંટણી પંચ દ્વારા પૂરાવા માગવા અંગે સવાલ કર્યા છે
