ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 7, 2025 2:39 પી એમ(PM) | કેન્દ્રીય આરોગ્ય મંત્રી

printer

આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવા સુધારણા માટે સરકાર કાર્યરત હોવાનું લોકસભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે .પી. નડ્ડાએ જણાવ્યું

સરકાર આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન આપી રહી રહી છે. લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ આ મુજબ જણાવ્યું.
અગાઉ, પૂરક પ્રશ્નોના જવાબ આપતાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષોમાં, વૈશ્વિક સ્તરે માતૃત્વ મૃત્યુ દર (MMR)માં ઘટાડો, 42 ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે તે જ સમયે ભારતમાં માતૃ મૃત્યુ દરમાં 83 ટકાનો ઘટાડો થયો છે. શ્રીમતી પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ,મોબાઇલ મેડિકલ ટીમ દ્વારા ગર્ભવતી મહિલાઓ અને અન્ય દર્દીઓની ખાસ કાળજી લેવાઈ રહી છે જેથી દેશમાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.