ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 24, 2025 8:41 એ એમ (AM) | Gujarat | PAHELGAMATTACT

printer

આતંકી હુમલાને લઈને રાજ્યની સરહદ પર ચેકિંગ હાથ ધરાયું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે રાજ્યના સરહદી અને ધાર્મિક સ્થાનો ઉપર સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કચ્છની ધોળાવીરા બોર્ડરથી આવતા – જતા વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને BSFના જવાનો દ્વારા તપાસ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે..
જ્યારે તકેદારીના ભાગરૂપે રાજ્યના ધાર્મિક સ્થાનો ઉપર પણ સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દ્વારકાના જગતમંદિર ખાતે સલામતી વધારી દેવાઇ છે.. મંદિર પરિસરમાં બોમ્બ સ્ક્વોડની ટીમ પણ તૈનાત કરાઈ છે.મંદિર આસપાસ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયું છે..
બનાસકાંઠાના પ્રસિધ્ધ અંબાજી મંદિર ખાતે પણ સલામતીની સઘન વ્યવસ્થા કરાઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ