સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે લડવાના ભારતના મજબૂત સંકલ્પને લઈને ઉપ-રાષ્ટ્રપ્રમુખ જે.ડી.વાન્સ અને રાજ્યના નાયબ સચિવ ક્રિસ્ટોફર લેન્ડો સાથે બેઠક કર્યા પછી અમેરિકાની મુલાકાત પૂર્ણ કરી હતી. કોંગ્રેસના સાંસદ શશી થરૂરની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળ, ત્રણ જૂને અમેરિકાની રાજધાનીમાં પહોંચ્યું હતું અને ત્રણ દિવસ દરમિયાન કેપિટોલ હિલ પર તેમજ વોશિંગ્ટનમાં બેઠકોની વિશાળ શ્રેણી યોજાઇ હતી, જેમાં અમેરિકન સરકારના અધિકારીઓ તેમજ ધારાસભ્યોને ક્રોસ-બોર્ડર આતંકવાદ અંગે ભારતના વલણ વિશે બ્રીફિંગ આપ્યું હતું.ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળ જર્મનીની મુલાકાત સમાપ્ત થયા બાદ દિલ્હી પહોંચ્યું. મીડિયા સાથે વાત કરતા શ્રી પ્રસાદે કહ્યું કે, તેમના પ્રતિનિધિ મંડળ ફ્રાન્સ, ઇટાલી, ડેનમાર્ક, ઇંગ્લેંડ, બ્રસેલ્સ અને જર્મનીની મુલાકાતે ગયા અને વિદેશી રાષ્ટ્રોએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી.
Site Admin | જૂન 9, 2025 8:23 એ એમ (AM)
આતંકવાદ સામે લડવાના ભારતના મજબૂત સંકલ્પ સાથે સર્વ-પક્ષીય પ્રતિનિધિમંડળે અમેરિકાની મુલાકાત પૂર્ણ કરી
