પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ બાદના વેબિનારમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં કહ્યું હતું કે આજે સરકાર ઉદ્યોગોની પડખે ઉભી છે..તેમણે ટેકનોલોજીના ઉપયોગ વડે આગળ વધવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વના અનેક દેશો ભારત સાથે ભાગીદારી કરવા ઇચ્છી રહ્યાં છે.
MSME ને વૃદ્ધિ, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન, અને નિયમનકારી, રોકાણ અને વ્યવસાય કરવાની સરળતા સુધારાના એન્જિન તરીકે યોજાયેલા આ વેબિનારમાં સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નેતાઓ અને વેપાર નિષ્ણાતો ભાગ લઇ રહ્યાં છે.. બજેટના પરિવર્તનકારી પગલાંનુ સરળતાથી અમલીકરણ થઇ શકે. બજેટ જાહેરાતોના અસરકારક અમલીકરણ માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને વિષય નિષ્ણાતો વેબિનારમાં ઉપસ્થિત રહ્યાં છે.